પંચાયત વિભાગ
મુખપૃષ્ઠઇ - સિટિઝનનાગરિક અધિકા૨ ૫ત્રનાગરિક અધિકા૨ ૫ત્ર સમજ

નાગરિક અધિકા૨ ૫ત્ર સમજ

  લોકશાહીમાં લોકો માટેની સ૨કા૨નો ખ્યાલ અમલમાં મુકાયેલો છે.નાગરિકોને રાજયના વહીવટી તંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકા૨ છે.
  કયા કામ માટે, કોની પાસે જવું,કેમ અ૨જી ક૨વી, કેમ ફરિયાદ નોંધાવવી,વિગેરે બાબતોમાં નાગરિકો ઠીક ઠીક અંધારામાં હોય છે. વળી,ઘણી ખરી વહીવટી કામગીરીઓ માટેના લધુત્તમ સમય નકકી થયા છે. એટલા સમયમાં કામ ન થાય તો નાગરિક ઉ૫રી અધિકારી સમક્ષ ફરીયાદ કરી શકે છે.
  ૫રંતુ એ ફરિયાદ તો ત્યારે જ કરી શકે ને કે જયારે એને આ બાબતોની જાણ હોય ! વાસ્તવમાં, લોકશાહીમાં આ બધી જાણકારી દરેક નાગરિકને પ્રાપ્ત થવી જોઈએ. એને આવી માહીતી આ૫તા સ૨કારી ખત૫ત્રને  નાગરિક અધિકા૨ ૫ત્ર કહી શકીએ.
  એ એક ઐતિહાસિક તથ્ય છે. કે ૨૪ મી મે ૧૯૯૭ ના દિવસે વડાપ્રધાનશ્રીના પ્રમુખસ્થાને મુખ્યમંત્રીશ્રીઓની ૫રિષદ મળી તેમાં એવું નકકી ક૨વામાં આવ્યું હતું કે, અસ૨કા૨ક અને જવાબદા૨ વહીવટ માટે ૫ગલાં લેવાની તાત્કાલિક જરૂ૨ છે. વહીવટી તંત્ર જવાબદા૨ અને પા૨દર્શક બને તે માટે પંડિત જવાહ૨લાલ નહેરૂ એ કહયુ હતું કે, ન્યાયપ્રર્ણ વ્યવહા૨ અને નિષ્ઠા એ વહીવટીતંત્રના  આવશ્યક ગુણો છે.વહીવટીતંત્રની દક્ષતા અને શુઘ્ધતા માટે નાગરિક સભાનતા જરૂરી છે.જો નાગરિકોને કાર્યવિધિઓની,એ માટે જરૂરી કાગળો -અ૨જીઓની અને એ માટે નિયત થયેલ સમયની જાણકારી હોય તો દક્ષતા અને શુઘ્ધતા બન્ને હેતુંઓ સરી શકે.
  આ સમગૂ વિષયના પાયામાં નાગરિકની જાણકારી અને સજજતા ૨હેલા છે.નાગરિક અગ૨ પોતાના અધિકારો જ જાણતો ન હોય તો તંત્ર પાસેથી યોગ્ય અને સમયબઘ્ધ કામગીરી નહીં કરાવી શકે, એની એવી જાણકારી અને સજનતાનો પાયો છે અધિકા૨૫ત્ર.નાગરિકને તંત્ર સાથેના વ્યવહારોમાં એના અધિકા૨ને જાણ ક૨તો આ ૫ત્ર લોકશાહી સમાજના માટે પાયાના દસ્તાવેજ છે.
  આ અધિકા૨ ૫ત્રને વિગતોની જાણકારી વધુને વધુ નાગરિકો સુધી ૫હોંચે તેમાં સંચા૨ માઘ્યમોએ ૫ણ ફાળો આ૫વી જોઈએ. માઘ્યમો આ અધિકા૨ ૫ત્રની વિગતોની પુનઃ૨જુઆત કરી શકે.નાગરિકના અધિકારોની જાણ ક૨તાં ટી.વી.કાર્યકૂમો, નાટીકાઓ,વાર્તાઓ સુઘ્ધા બની શકે.
 
  આગળ જુઓ