પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોપારનેરા ડુંગર

પારનેરા ડુંગર

 
વલસાડથી ૬ કિ.મી દુર આવેલો છે.પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે.પારનેરામાં લગભગ-૧૫ મી સદીમાં બનાવેલો વિશાળ કિલ્લો જોવા લાયક છે. કિલ્લાની દક્ષિણે "" નાઠાબારી '' તરીકે ઓળખાતી જગ્યાએથી સુરત ઉપર ચઢાઇ કરીને પરત ફરી રહેલા શિવાજી પલાયન કરી ગયા હતાં. તેવી લોકવાયકા છે. અહીનું મહાકાળી માતાનું મંદિર પણ ખુબજ જાણીતું છે.

દર નવરાત્રિનાં આઠમે મેળો ભરાય છે. જે હજારો શ્રધાળુંઓ ભાગ લઇ છે. અને ચાંદપીર બાબાની દરગાહ પણ છે. આ જિલ્લો સમયાંત્તરે પેશવાઓ, મરાઠા, ગાયકવાડ, ફિરંગીઓ અને અંગ્રેજોનાં કબજામાં રહયો હતો.પારનેરા ડુંગર ને.હા.નં.૮ ઉપર વલસાડથી વાપી જતાં ૬.૦૦ કી.મી.નાં અંતરે આવેલ છે.