પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોજિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમુપર

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધરમુપર

 
ગુજરાત રાજયમાં સૌપ્રથમ રાષ્ટ્રિય વિજ્ઞાન સંગ્રહલય ધ્વારા સંચાલિત આદિવાસી ધરમપુર તાલુકા ખાતે ૨૭ એપિ્રલ-૧૯૮૪નાં રોજ ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય ધ્વારા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું. આ કેન્દ્ર ધ્વારા કુદરતી અને પર્યાવરણ વિષયક સાચવણી અને આ વિસ્તારનો સાંસ્કૃતિક વારસો સાચવવા જેવા પરીબર વિષય પર ભાર મુકયો છે. આ વિસ્તારની આદિજાતિની સેવામાં આ કેન્દ્ર સતત સંકળાયેલું રહે છે. દેશનાં ભાવી નાગરીક એવા બાળકોમાં, યુવાનોમાં અને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનાં પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.

યુવાનો અને મહીલાઓમાં રચનાત્મક અને સર્જનાત્મક કૌશલ્યો કેળવીને રોજગારલક્ષી તાલીમ આપીને રાષ્ટ્રનો સાંસ્કૃતિ વારસો જાળવી રાખવા અને તેમનું જતન કરવું તથા વૈજ્ઞાનિક રીત ભાત શીખવવી એ આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે. આ કેન્દ્ર ખાતે બાળ પુસ્તકાલય, બાળ ઉધ્ધાન, બાળકો માટેનું મીની થીયેટર તથા રમકડાનો વર્કશોપ આકર્ષક છે.