પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સમાજ કલ્‍યાણ શાખા સહાયની યોજનાઓ

સહાયની યોજનાઓ

શૈક્ષણિક યોજનાઓ

સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.

અનુ.જાતિનાં લોકોનાં સર્વાગી વિકાસ માટે અનુ.જાતિ કલ્યાણ ખાતા દ્રારા શૈક્ષણિક યોજનાઓ, આર્થિક વિકાસની યોજનાઓ તથા આરોગ્ય,ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.

ઉપરોક્ત યોજનાઓ પૈકી નીચે મુજબની યોજનાઓનો અમલ સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્રારા કરવામાં આવે છે.

નીચે મુજબની યોજનાઓ અંતર્ગત સરકારી અનુદાનિત તેમજ સરકાર માન્ય ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં અનુ.જાતિનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ સહાય આપવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.

યોજના : ૧ ધો. ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ માટે રાજ્યસરકારશ્રીની રાજ્ય શિષ્યવૃત્તિ યોજના :- (બીસીકે - ૨/૭૧ )

ધો. ૧ થી ૧૦ માં અભ્યાસ કરતાં અનુ.જાતિનાં વિદ્યાર્થીઓને વાર્ષિક આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય નીચેની વિગતે શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.

ધોરણવિગતશિષ્યવૃત્તિ રકમ
ધો.૧ થી ૮કુમારરૂા. ૫૦૦/-
ધો.૯ થી ૧૦કુમારરૂા ૭૫૦/-.
ધો.૧ થી ૫કન્યારૂા. ૫૦૦/-
ધો.૬ થી ૧૦કન્યારૂા. ૭૫૦/-

યોજના : ૨ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓનાં બાળકોને ખાસ શિષ્યવૃત્તિ યોજના :- ( બીસીકે – ૪ )

સરકારશ્રીએ નક્કી કરેલ અસ્વચ્છ વ્યવસાય જેવાં કે મરેલા ઢોરની ખાલ કાઢનાર,ચામડુ કમાવવાનું, ડબ્બા જાજરૂની સફાઇ કરનાર/માથે મેલુ ઉપાડનાર, ઝાડુ થી શેરીની સફાઇ કરનાર સફાઇ કામદાર જેવાં વ્યવસાયમાં રોકાયેલા વાલીઓનાં ધો. ૧ થી ૧૦ માં અભ્યાસ કરતાં બાળકોને આવક મર્યાદાને ધ્યાને લીધાં સિવાય વાર્ષિક રૂા. ૧૮૫૦/- ના દરે અસ્વચ્છ વ્યવસાય શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.

યોજના : ૩ અનુ.જાતિ પૈકી અતિ પછાત જાતિનાં બાળકોને ખાસ શિષ્યવૃત્તિ યોજના :- ( બીસીકે – ૧૭ / ૧૭-A )

અનુ.જાતિ પૈકી અતિપછાત જાતિ જેવી કે વાલ્મીકી, હાડી, નાડિયા, સેનવા, તુરી, ગરો-ગરોડા, વણકર સાધુ, તુરીબારોટ જેવી જાતિનાં વાલીઓનાં ધો. ૧ થી ૧૦ માં અભ્યાસ કરતાં બાળકોને વાર્ષિક આવક મર્યાદાને ધ્યાને સિવાય શાળામાં ગત વર્ષની ૭૦ % થી વધુ હાજરીને ધ્યાને લઇ નીચેની વિગતે શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.

ધોરણવિગતશિષ્યવૃત્તિ રકમ
ધો.૧ થી ૮કુમાર / કન્યારૂા. ૭૫૦/-.
ધો.૯ થી ૧૦કુમાર / કન્યારૂા ૧૦૦૦/-.

યોજના : ૪ ધો. ૯ થી ૧૦ માં અભ્યાસ કરતાં અનુ.જાતિનાં વિદ્યાર્થીઓને ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના :- ( બીસીકે ૩૫ )

અનુ.જાતિનાં ધો.૯ થી ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જેમનાં વાલીની વાર્ષિક આવક રૂા. ૨.૦૦ લાખ ( બે લાખ પૂરા ) કે તેથી ઓછી હોય તેઓને ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ડેસ્કોલર વિદ્યાર્થીઓને વાર્ષિક રૂા. ૨૨૫૦/- તથા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં હોસ્ટેલર વિદ્યાર્થીઓને વાર્ષિક રૂા. ૪૫૦૦/- ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.

યોજના નં. ૫ અનુ.જાતિ જાતિનાં બાળકોને ગણવેશ સહાય યોજના :- ( બીસીકે ૧૬ )

ધો. ૧ થી ૮ માં સરકારી તેમજ સરકારી અનુદાનીત શાળા માં અભ્યાસ કરતાં અનુ.જાતિનાં વિદ્યાર્થીઓને આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય દર વર્ષે ગણવેશ માટે રૂા. ૩૦૦/- ચૂકવવામાં આવે છે.

યોજના : ૬ ધો. ૯ માં અભ્યાસ કરતી અનુ.જાતિની વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવાની યોજના ( બીસીકે – ૬ )

ધો. ૯ માં અભ્યાસ કરતી અનુ.જાતિની વિદ્યાર્થીઓને કે જેમનાં વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૪૭,૦૦૦/- કે તેથી ઓછી હોય તેમને અંતર મર્યાદાને ધ્યાને લીધા સિવાય સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે.

આરોગ્ય, ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ

યોજના : ગૃહ નિર્માણ માટે વ્યક્તિગત ધોરણે નાંણાકીય સહાય (ર્ડા.આંબેડકર આવાસ યોજના) (બીસીકે – ૫૦/૫૨)

અનુ.જાતિનાં વ્યક્તિઓ કે જેમને પોતાનાં નામે ગામમાં રહેવાલાયક મકાન ન હોય અને પોતાનાં નામે ખુલ્લો પ્લોટ હોય તથા અન્ય જગ્યાઓથી અગાઉ મકાન બાંધકામ કરવાં સરકારી સહાય લીધેલ ન હોય અથવા ગામમાં પોતાનાં નામે જ જર્જરીત હાલતમાં મકાન કે જે રહેવા લાયક ન હોય અને જેની માલિકીનાં દસ્તાવેજ આધારો ધરાવતાં હોય અને વાર્ષિક આવક રૂા. ૪૭,૦૦૦/- થી ઓછી ધરાવતાં હોય તેઓને ર્ડા.આંબેડકર આવાસ યોજના હેઠળ રૂા. ૭૦,૦૦૦/- ની મકાન બાંધકામ સહાય ત્રણ તબક્કે મંજુર કરી ચૂકવવામાં આવે છે.

વધુમાં અનુ.જાતિ પૈકી અતિ પછાત જાતિઓ જેવી કે વાલ્મીકી, હાડી, નાડિયા, સેનવા, તુરી, ગરો-ગરોડા, વણકર સાધુ, તુરી બારોટ ને આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય ર્ડા.આંબેડકર આવાસ યોજના હેઠળ રૂા. ૭૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે.

યોજના : કુંવરબાઇનું મામેરૂ ( બીસીકે – ૫૫ )

અનુ.જાતિની કન્યાઓને તેમનાં લગ્ન પ્રસંગે ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક રૂા. ૪૭,૦૦૦/- ની મર્યાદાને ધ્યાને લઇ કુટુંબની વધુમાં વધુ બે ક્ન્યાઓને કુંવરબાઇનાં મામેરા યોજના હેઠળ લાભાર્થી કન્યાઓને રૂા. ૧૦,૦૦૦/- ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.

યોજના : સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર ક્રિયા માટે નાંણાકીય સહાય યોજના( બીસીકે – ૬૨ )

અનુ.જાતિનાં કુટુંબમાં મૃત્યુનાં પ્રસંગે મૃતકનાં પાર્થિવદેહ ની અંત્યેષ્ટિ માટે / મરણોત્તર ક્રિયા માટે કુટુંબની વાર્ષિક આવક રૂા. ૪૭,૦૦૦/- ની મર્યાદાને ધ્યાને લઇ રૂા. ૫૦૦૦/- ની નાંણકીય સહાય મંજુર કરવામાં આવે છે.

ઉપરોક્ત તમામ યોજનાઓની વધુ વિગત તેમજ અરજી ફોર્મ માટે જિલ્લા સમાજ અધિકારી, સમાજકલ્યાણ શાખા, જિલ્લા પંચાયત વલસાડનો સંપર્ક કરવાનો રહેશે.

શાખાની સંવર્ગવાર ભરેલ / ખાલી જગ્યાની માહિતી

અ.નં.સંવર્ગનું નામમંજુર થયેલ મહેકમની સંખ્યાતે પૈકી ભરાયેલ જગ્યાતે પૈકી ખાલી જગ્યારિમાર્કસ
સમાજ કલ્યાણ અધિકારી -
સમાજ કલ્યાણ નિરીક્ષક  
સિનિયર કારકુન(વહિવટ)અન્ય શાખામાં કામગીરી
જુનિયર કારકુન(વહિવટ) 
જુનિયર કારકુન(હિસાબી) 
ડ્રાઇવર  
પટાવાળા 
 કુલ