પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ આયુર્વેદ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જાહેર તંત્રનો હેતુ “સર્વેઅપિ સુખિન: સન્તુ સર્વેસન્તુ નિરામયા” , “ પથ્ય ન પાળે રોગી તો કરે શું ઔષધ કામ... પથ્ય જો પાળે રોગી તો ઔષધ નું શું કમ... “ આમ સ્વસ્થ માનવીનું આરોગ્ય અને બિમાર માનવીની સારવાર એ જ આપણો અભિગમ.
જાહેર તંત્રનું મીશન આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ એમ ત્રણ દોષો પ્રમાણે સાત પ્રકારની પ્રકૃતિ બતાવેલ છે. તે મુજબ દર્દીની પથ્યાપથ્યની ચિકિત્સા કરી આહાર વિહારને અનુકૂળ આવે અને રોગનો નાશ કરે એ રીતે ઉપયોગો સમજાવવા.
જાહેર તંત્રની ફરજઆયુર્વેદિક અને હોમીયોપેથીક પધ્ધતિથી દર્દીની નિદાન અને સારવાર કરી તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને નિરામય રહે તે મુજબ સલાહ સૂચન કરવું.
મુખ્ય પ્રવૃતિઓ આયુર્વેદિક અને હોમીયોપેથીક દવાખાનાઓના મેડિકલ ઓફિસરશ્રીઓએ દર્દીની સારવાર કરવી. તેમજ સુવર્ણપ્રાશન કેમ્પો, વ્યસન મુક્તિ પ્રદર્શનો, વૃક્ષારોપણ, સ્ત્રી સશક્તિકરણ, જરાચિકિત્સા, સ્વસ્થવૃત્ત, આરોગ્યલક્ષી કેમ્પો, શાળા આરોગ્ય તપાસ, અને આરોગ્ય જાગૃતિને લક્ષી રાષ્ટ્રીય કામગીરી.