પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા પ્રસ્‍તાવના

પ્રસ્તાવના

વલસાડ જિલ્લો ૬ તાલુકાઓમાં વહેચાયેલો છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, રાજ્ય કક્ષાએ વિકાસ કમિશ્નરશ્રી, જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી/ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી/ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી જિલ્લા/તાલુકા/ગ્રામ પચાયતોમાં લોકોના ચૂંટાયેલ પ્રતિનિધીઓના નિયંત્રણ અને દેખરેખ હેઠળ જ કામગીરી થાય છે.
ઉપરાંત ગ્રામ સભાઓના આયોજન દ્રારા લોકોની ભાગીદારી સુનિશ્વિત કરી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે પણ શિબિરો બેઠકો સંમેલનો યોજી લોકોના મંતવ્યો/ અભિપ્રાયો અને સહયોગ દ્રારા કામ કરવામાં આવે છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતનાં પદાધિકારીઓ સામેની ફરિયાદ વિગેરે તપાસ અંગેની કામગીરી જિલ્લા પંચાયતની સામાન્ય સભા કારોબારી સભા તથા અન્ય સમિતિઓની કામગીરી કર્મચારીઓ દ્રારા સમયસર કામનો અને લોકોના પ્રશ્નોનો નિકાલ લાવી લોકોને પડતી મુશકેલીઓ દુર કરવી અને ત્રણેય સ્તરની પંચાયત સ્વશાસનના એકમો તરીકે કામ કરી ગ્રામ્ય પ્રજાનું સ્તર ઉંચુ લાવવું જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટે લોકો પોતાની મુશ્કેલીઓ અને ફરીયાદો તથા યોજનાની અમલવારીમાં થતી ગેરરીતીઓ અંગે ત્રણેય સ્તરે સતર્કતા રાખી રજૂઆત કરે અને કામોમાં સહભાગી થઇ વધુ સારા અમલીકરણ માટે સૂચનો આપે તેવી અપેક્ષા છે.