પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

અત્રેની સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત વલસાડ નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ, ગુ.રા. બ્લોક નં. ૪ ,જુના સચિવાલય ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.

આ શાખા દ્રારા ગ્રામ્ય વિસ્તારનાં અનુ.જાતિનાં લોકોનાં સર્વાગી વિકાસ માટે અનુ.જાતિ કલ્યાણ ખાતા તથા જિલ્લા પંચાયતની સ્વભંડોળ દ્રારા શૈક્ષણિક યોજનાઓ, આર્થિકવિકાસની યોજનાઓ અને અન્ય યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ વલસાડ જિલ્લાની કુલ વસ્તી ૧૭,૦૫,૬૭૮ છે. જે પૈકી જિલ્લા અનુ.જાતિ ની કુલ વસ્તી ૩૮,૨૩૭ ની છે. જે કુલ વસ્તીનાં ૨.૨૪ % છે. ઉપરોક્ત જિલ્લાની અનુ.જાતિ વસ્તી પૈકી વલસાડ ગ્રામ્ય વિસ્તારની ૨૦,૭૭૭ જે કુલ ગ્રામ્ય વસ્તીનાં ૧.૯૪ % તથા વલસાડ જિલ્લાની શહેર વિસ્તારની ૧૭,૪૬૦ જે કુલ શહેર વિસ્તારની વસ્તીનાં ૨.૭૫ % થાય છે.