પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાજન્મ / મરણ નોંધણી

જન્મ / મરણ નોંધણી

જન્મ/મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ ગુજરાત રાજયમાં તારીખઃ ૧.૪.૧૯૭૦ થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ-૩૦ અન્વયેના નિયમો તારીખઃ ૧૮.૪.૧૯૭૩ થી અમલી બનેલા હતા.ત્યારબાદ વર્ષ ૧૯૯૯માં રજીસ્ટ્રાર જનરલ ઇન્ડીયાએ જન્મ/મરણ નોંધણી પધ્ધતિ આકડાકીય કાર્યોની સર્વગ્રાહી નોંધણી કાર્ય પધ્ધતિ અને ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા જુદા નિયમોની સુધારવા માટે સમીક્ષા કરી હતી અને ગુજરાત જન્મ/મરણ નોંધણી સુધારા નિયમો તારીખ ૨૨.૧.૨૦૦૪ થી રાજપત્રમાં પ્રસિધ્ધ થઇ અમલમાં આવેલ છે. અને તે મુજબ જન્મ/મરણની નોંધણીની બામગીરી કરવામાં આવે છે.
જન્મ /મરણ નોંધણીનું માળખુ
મુખ્ય રજિસ્ટ્રાર જન્મ/મરણ  કમિશ્નરશ્રી (આરોગ્ય) 
નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ/મરણ  અધિકનિયામકશ્રી (આંકડા) 
અધિક નાયબ મુખ્ય રજીસ્ટ્રાર જન્મ/મરણ  નાયબ નિયામકશ્રી (આંકડા) 
જિલ્લા રજીસ્ટ્રાર જન્મ/મરણ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી/ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી. 
તાલુકા રજીસ્ટ્રાર જન્મ/મરણ  તાલુકા વિકાસ અધિકારીશ્રી. 
રજીસ્ટ્રાર (ગ્રામ્ય)  તલાટી કમ મંત્રીશ્રી 
જંગલ વિસ્તાર  રેન્જરશ્રી / ફોરેસ્ટરશ્રી. 
સ્વતંત્ર વિસ્તાર  અધિકૃત અધિકારીશ્રી 
મહા નગર પાલીકા  આરોગ્ય અધિકારીશ્રી. 
૧૦ નગર પાલીકા  ચીફ ઓફિસરશ્રી/મુખ્ય અધિકારીશ્રી/ આરોગ્ય અધિકારીશ્રી.