પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

સૌના માટે આરોગ્ય એ પાયાની જરૂરીયાત છે. છેવાડાના ગામો અને જરૂરીયાતમંદ લોકો સુધી ગુણવતાપ્રદ જાહેર આરોગ્ય સેવાઓ પુરી પાડવી તે પ્રાથમિક જવાબદારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૌનું આરોગ્ય ૨૦૦૦ની સાલમાં ની હિમાયત કરી હતી ભારત સરકારે ૧૯૮૩માં પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નિતિ દવારા સૌનું આરોગ્ય ૨૦૦૦ની સાલમાં ના ધ્યેયને હાંસલ કરવા રાષ્ટ્રીય સ્તરે બાળમૃત્યુ, માતા - મૃત્યુ તથા પ્રજનન દરના ધ્યેયની પ્રાપ્તિ સૂચક વિકાસની જરૂરીયાત છે.
 
રાષ્ટ્રીય ગ્રામિણ સ્વાસ્થ્ય મિશનનું ધ્યેય
બાળ મૃત્યુ તથા માતા-મૃત્યુના પ્રમાણને ધટાડવું.
જાહેર આરોગ્યની સેવાઓ મહિલા સ્વાસ્થ્ય અને બાળ સ્વાસ્થ્ય માટે પહોંચાડવી.
રસીકરણનું પ્રમાણ વધારવું.
પોષણને જાહેર આરોગ્યના મુદ્દા તરીકે જોવું.
પર્યાવરણીય સ્વસ્થ્યતાને સલામત પીવાનું પાણી પૂરૂ પાડવું.
ભારતીય ચિકિત્સા પધ્ધતિને જાહેર આરોગ્ય સાથે સંકલન.
 
સધન પ્રયત્નો કરવા છતા આજે માતા - મૃત્યુ, બાળ - મૃત્યુ, કુ.પોષણ, પાણી જન્ય રોગો ઇત્યાદીનું પ્રમાણ ધણુ વધારે છે. ગુજરાત વિઝન -૨૦૧૦માં રાજયમાં માતા - મૃત્યુનું પ્રમાણ પ્રતિ ૧૦૦૦ જીવિત જન્મે ૩.૮૯ છે. તેને ધટાડીને 1 (એક) સુધી લઇ જવું (૧૯૯૨ યુનિસેફ) તેમજ હાલનો બાળ મૃત્યુદર પ્રતિ ૧૦૦૦ જીવિત જન્મ ૫૩નો છે. તેને ૩૦ સુધી લઇ જવા(એસ.આર.એસ. - ૨૦૦૪) રાજય સરકારનો અભિગમ છે.