પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના


હિસાબી શાખા સમગ્ર જિલ્‍લા પંચાયતની નાણાકીય અને બજેટની મહત્‍વની કામગીરી સાથે સંકળાયેલ છે. જિલ્‍લા પંચાયત સામેના તમામ નાણાકીય હક્કદાવાઓની ઔચિત્‍યતાની ચકાસણી કરી જરૂર જણાય ત્‍યાં આંતરિક અંન્‍વેષણ યુનિટ દ્રારા હક્કદાવાઓની કાયદેસરતા અને ઔચિત્‍યતાની ખરાઇ કરાવ્‍યા બાદ ચૂકવણાની કામગીરી સંભાળે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સ્‍વભંડોળ, દેવા વિભાગ અને રાજયપ્રવૃતિના તમામ શાખાઓના અંદાજપત્રોનું સંકલન કરી પંચાયત અધિનિયમ અને નાણાંકીય નિયમોની જોગવાઇઓ અનુસાર વાર્ષિ‍ક તથા સુધારેલ અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી સંભાળે છે. તદ્ઉપરાંત જિલ્‍લા – તાલુકા પંચાયતોના હિસાબોનું સંકલન કરી નાણાંકીય શિસ્‍ત જળવાઇ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. વધુમાં પંચાયત સંવર્ગના તમામ કર્મચારીઓના સામાન્‍ય નિધિના હિસાબો નિભાવવાની અગત્‍યની કામગીરી કરવામા આવે છે. આ ઉપરાંત પંચાયત સેવા/રાજય સેવામાંથી નિવૃત્ત થતા કર્મચારીઓના તૈયાર પેન્‍શન પેપર્સ નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી,ગાંધીનગરને મોકલવાની કામગીરી કરવામા આવે છે. પંચાયતની તમામ નાણાંકીય કામગીરીનું નિયત્રણ સબંધી પંચાયત અધિનિયમની જોગવાઇ અનુસાર સ્‍થાનિક ભંડોળ હિસાબની કચેરી મારફત ઓડિટ કરાવવા સુધીની કામગીરીનું સંકલન કરવા સાથે સંકળાયેલ છે.