પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળ વિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સરકારશ્રી તરફથી લાભાર્થી બાળકો,સગર્ભા/ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આપવામાં આવતો નાસ્તો સમયસર આંગણવાડી કેન્દ્રો પર પહોંચતો કરવો મોનીટરીંગ તથા દેખરેખ રાખવી ફાળવવામાં આવતા લાભાર્થી લક્ષાંકોની ૧૦૦ ટકા સિઘ્ધ કરવી લોકો આ યોજનાનો મહત્તમ લાભ લે અને આ યોજના હેઠળ અપાતી ખાઘ સામગ્રી (નાસ્તો ) મહત્વતા સમજે અને સ્વીકૃત કરે તે બાબતે મહિલા
શિબીર,બાળ તુદુરસ્તી હરીફાઈ,વાનગી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા ,કિશોરી શકિત યોજના તાલીમ વિગેરે ગોઠવી આહાર અને પોષણ વિષયક શિક્ષણ આપી માતા અને બાળકની તંદુરસ્તી સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
 
આઈસીડીએસ  યોજનાનું સમયસર આરોગ્ય ખાતા સાથે સંકલન ગોઠવી મુખ્ય સેવિકા,આંગણવાડી વર્કરની મદદથી તમામ રસીકરણ કાર્યક્રમમાં મદદરુપ થવાનું રસીનાં ડોઝ ૦ થી ૬ વર્ષનાં તમામ બાળકો, સગર્ભામાતાઓ ,કિશોરીઓને મુકાય જાય તે બાબતે મદદ કરે છે.
 
સરકાશ્રી તરફથી મળતી ગ્રાન્ટ તાલુકા સુધી પહોંચતી કરવી હિસાબો નિભાવવા અને સરકારશ્રીને હિસાબો  આપવાની કામગીરી કરવામાં આવે છે.
 
બાલીકા સમૃઘ્ધિ યોજના હેઠળ બી.પી.એલ. બે બાલિકા સુધી રૂ. પ૦૦/- બેંક થાપણ તરીકે મુકવા અને નિયત થયેલ શિષ્યવૃતિ આપવાની કામગીરી.
 
જિલ્લા હેઠળ આવેલ કુલ -૫ તાલુકાનાં સી.ડી.પી.ઓ. કચેરીનું સુપરવિઝન કરવું તથા મોનીટરીંગ કરવું તથા આઈ.સી.ડી.એસ.ની યોજનાઓ માટે જરુરી માર્ગદર્શન આપવાની કામગીરી તથા આ યોજનાઓ ૧૦૦ ટકા સફળ થાય અને પુર્ણ રીતે લક્ષાંક સિઘ્ધ કરે તેની દેખરેખની તમામ કામગીરી .