પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડી શાખા પિયત સુવિધાઓ

પિયત સુવિધાઓ

વલસાડ જિલ્‍લામાં ખેતી પાકોને રવિ / ઉનાળુ પાકોને પિયત કુવા,નહેર તથા તળાવો દ્રારા કરવામાં આવે છે. જેમાં કુવાથી ર૮ર૩ર હેકટર તથા તળાવથી ૧૩૯૭ હેકટર મળી કુલ ર૯૬ર૯ હેકટરમાં પિયત થાય છે. મુખ્‍યત્‍વે ડાંગર,જુવાર,શેરડી, શાકભાજી અને બાગાયતી પાકો છે. ખેતરમાં કયારા પઘ્‍ધતિથી અને નવિન ટેકનોલોજી અને માઈક્રો ઈરીગેશન સીસ્‍ટમ ( સુક્ષ્મપિયત પઘ્‍ધતી ) અંદાજે ૧૧૪૧૪ હેકટર વિસ્‍તાર માં ડ્રીપ સ્‍પ્રિકલર દ્ધારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે છે. ( જેમાં મુખ્‍ય ડાંગર, શેરડી , શાકભાજી,બાગાયતી પાકો છે. ) સરકારશ્રી ગુજરાત ગ્રીન રીવોલ્‍યુએશન કંપની દ્વારા ખેડૂતો ને પ૦% અથવા રૂ. પ૦,૦૦૦/-ની મર્યાદામાં ડ્રીપ સિસ્‍ટમ સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ અંગે ગ્રામ સેવક/ મદદનીશ ખેતી નિયામકશ્રી (વિ.) ની કચેરી વલસાડ જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી, જિ.પં. વલસાડ અને જી.એસ.એફ.સી.ડેપો નો સંપર્ક કરવા વિનંતી છે.