પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ ખેતીવાડી શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

વલસાડ જિલ્લો ગુજરાત રાજયનો અતિ મહત્વનો જિલ્લામાંનો એક છે. જે ૨૦.૭ થી ૨૧.૦૦ અક્ષાંશ અને ૨.૪૩ થી ૩.૦૦ રેખાંશ ઉપર આવેલ છે અને તે પશ્ચિમ રેલ્વે અને નેશનલ હાઇવે નં. ૮ પર આવેલ જિલ્લો હોવાથી તેનુ મહત્વ વધારે છે.

વલસાડ જિલ્લાનો ભૌગોલીક વિસ્તાર ૨.૯૪૭ ચો. કિ. મી. છે. વલસાડ જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર ૧,૫૨,૧૧૫ હેક્ટર છે. જેમાં વલસાડ તાલુકામાં ૩૩,૫૩૨ હેક્ટર, પારડી તાલુકામાં ૩૩,૭૯૧ હેક્ટર, ઉમરગામ તાલુકામાં ૨૮,૦૪૪ હેક્ટર, ધરમપુર તાલુકામાં ૨૫,૪૧૧ હેક્ટર, તથા કપરાડા તાલુકામાં ૩૧,૩૩૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. તે એગ્રો ક્લાઇમેટીક ઝોનમાં આવેલ હોવાથી અહીં ગરમ અને ભેજવાળું હવામાન રહે છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ધરાવતો જિલ્લો હોવાથી તેને ગુજરાતનું ચેરાંપુજી કહેવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં મુખ્યત્વે મધ્યમ કાળી, કાળી, ગોરાડું અને ડુંગરાળ વિસ્તારમાં ખાડા ટેકરાવાળી ખુબ ફળદ્રુપ જમીન જોવા મળે છે. વલસાડ જિલ્લામાં ખેતી પાકોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, જુવાર, નાગલી, વરઇ, તુવેર, અડદ, તથા ખરસાણી જેવા મુખ્ય પાકો લેવામાં આવે છે. બાગાયતી પાકોમાં આંબા, ચીકુ, શાકભાજી, નાળિયેર અને ડુંગરાળ વિસ્તારમાં કાજુ જેવા બાગાયતી પાકો લેવામાં આવે છે. વલસાડ જિલ્લામાં ઘણા પ્રકારની કેરી થાય છે જેવી કે હાફુસ, કેસર, દશેરી, લંગડો, તોતાપુરી, સોનપરી, રાજાપુરી, બદામ, જેવી મુખ્ય છે જેમાં હાફુસ કેરી સમગ્ર ભારતમાં ખુબ પ્રખ્યાત છે.