પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી


ખેતીવાડી ખાતા હસ્તકની ખેતી વિષયક તમામ યોજનાઓનું અમલીકરણ અને વિસ્તરણની કામગીરી કરવામાં આવે છે. તેમજ યોજનાની મોડાલીટી મુજબ ખેતી વિષયક સહાય યોજનાઓની વિસ્તરણ તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષા સુધી અમલવારી કરાવવામાં આવે છે.
વર્ષ ૨૦૧૪-૧૫ થી રાજય સરકાર દ્વારા કૃષિ વિભાગની ખેડૂતો માટેની સહાયક યોજનાઓને ઓનલાઇન કરવામાં આવેલ છે. જેથી હવે પછી ખેડૂત મિત્રોને ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન ખાતાની કોઇ પણ યોજનાનો લાભ લેવા કૃષિ વિભાગની વેબસાઇટ આઇ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.inઓન લાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સામગ્રીની ખરીદી માટે ઓન લાઇન મંજુરી આપવામાં આવ્યેથી સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ માન્ય સપ્લાયરો પાસેથી સામગ્રીની ખરીદી કરવાની રહેશે. ખેડૂતોને મળવાપાત્ર સહાયની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
ખેડુત અકસ્માત વિમા યોજના હેઠળ અકસ્માતથી મૃત્યુ પામેલ ખાતેદાર ખેડુતના વારસદારને રૂપિયા એક લાખ સુધીની સહાય આપવામાં આવે છે.