પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયત વલસાડની મહેસુલશાખામાં નીચે મુજબની અગત્યની કામગીરી થાય છે.
૧.ખેતીની જમીનમાંથી બીન ખેતી પરવાનગી આપવની કામગીરી
ખેતીની જમીનમાંથી બીનખેતી પરવાનગી આપવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતીની જમીનને બીનખેતી કરવા અંગેનાં હુકમો આપવાની કામગીરી અત્રેની શાખામાથી કરવામાં આવે છે.જમીન મહેસુલ કયદાની કલમ-૬૫ હેઠળ રહેઠાણ તથા વાણિજય હેતુ, ઔધૌગિક હેતુ માટે બીંનખેતીની પરવાનગી આપવામાં આવે છ

જયારે જમીન મહેસુલ કયદાની કલમ-૬૭ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બીનખેતીની જમીન રહેઠાણ, વણિજય તથા ઔધૌગિક હેતુઓ માટે રીવાઇઝ બીનખેતીની પરવાનગી અત્રેની કચેરીએથી આપવામાં આવે છે.
૨.૭૩ એ.એ. ની પરવનગી અંગેની કામગીરી.
જમીન મહેસુલના નિયમ-૫૭ એલ (૧) મુજબ આદિવાસી કબજેદાર પોતાની જમીન ખેતીનાં હેતુસર માટે આદિવાસી કબજેદારને વેચાણ ફક્ત શીડયુલ એરીયા માટે જિલ્લા પંચાયત પરવાનગીની મંજુરી આપી શકે છે. તે મુજબ અત્રેથી આદિવાસીની જમીન આદિવાસી ને વેચાણ- તબદીલ કરવાની પરવાનગી અત્રેથી આપવામા આવે છે.

જયારે જમીન મહેસુલ નિયમ-એલ (૩) મુજબ આદિવાસી કબજેદાર પોતાની ખેતીની જમીન બીન આદિવાસી ને બીન ખેતીના પ્રામણિક હેતુઓ જેવા કે વાણિજય , શૈક્ષણિક ,સખાવટી ટ્રસ્ટો, કો.ઓ.હા.સોસાયટી તથા ઔધૌગિક હેતુઓ માટે સરકારશ્રીની પૂર્વ પરવાનગીથી શીડયુલ એરિયામાં જિ.પં. પરવાનગી આપી શકે છે તે મુજબ અત્રેથી આદિવાસીની ખેતીની જમીન બીન આદિવાસીને સરકારશ્રીની પૂર્વ પરવાનગી મેળવીને વેચાણ તબદીલ કરવાની પરવાનગી અત્રેથી આપવામાં આવે છે.
તદઉપરાંત સરકારશ્રીનાં મહેસુલ વિભાગ ગાંધીનગરના તા. ૧૮-૩-૯૯ ના જાહેરનામાની જોગવાઇ નિયમ-૫૭ એલ(૪) મુજબ આદિવાસી કબજેદારે પોતાના નાણાંકીય સ્ત્રોતો દ્રારા બીનઆદિવાસી કબજેદાર પાસેથી કોઇ જમીન પ્રાપ્ત કરી હોઇ તો તેવી જમીન ગમે તેને તબદીલ કરવા દેવા શીડયુઅલ વિસ્તારમાં જિલ્લા પંચાયત પરવાનગી આપી શકે તેમ છે જે મુજબ અત્રેથી આદિવાસી કબ્જેદાર પોતાની નાણાંકીય સ્ત્રોતથી બીન આદિવાસી પાસેથી ખરીદેલ હોઇ તેવી જમીન આદિવાસી તથા બીન આદિવાસીને વેચાણ તબાદીલ કરવાની પરવાનગી અત્રેથી આપવામાં આવે છે.
પાછળ જુઓઆગળ જુઓ