પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામાછલી પધ્ધતિ

માછલી પધ્ધતિ

ભારતમાં જાહેર આરોગ્યને લગતા રોગોની સમસ્યા મુખ્યત્વે મચ્છરોથી ફેલાતા રોગો જેવા કે મેલેરીયા, ફાઇલેરિયા, ડેંગ્યુ, ચીકનગુનિયા, હેમરેજીક જીવલેણ તાવ અને જાપાનીઝ એન્સેફેલઇટીસ છે. આ રોગ ઉપર કાબુ મેળવવાનો મુખ્ય આધાર કાંતો રેસીડ્યુઅલ જંતુનાશક દવાનો છંટકાવ અથવા પોરાનાશક દવાઓના ઉપયોગ ઉપર છે. બધી પોરા નાશક રીતોમાં પોરાનો જૈવિક રીતે કાબુ મેળવવાની રીત ખાસ અસરકારક છે. રોગ ફેલાવતા મચ્છરો ઉપર કુદરતી કાબુ લાવવા માટે પોરાભક્ષક માછલીઓનો ઉપયોગ શ્રેષ્ઠ છે. વળી એ અસરકારક અને સસ્તા ઉપાય છે. બે પ્રકારની માછલીનો મચ્છરના પોરા (લાર્વા) માટે ઉપયોગ થાય છે. ગમ્બુશીય અને ગપ્પી ફીશ.
ગુજરાત રાજ્યમાં જૈવિક નિયંત્રણ પધ્ધતિ દ્વારા મચ્છર ઉત્પત્તિ અટકાવવાની પ્રવતિ સઘન બનાવવા સારૂ તાલુકા લેવલે એક મોટી હેચરી વિકસાવવામાં આવેલી છે. તેમજ જિલ્લાના તમામ પ્રા.આ.કે.પર બે નાની સીમેન્ટની ટાંકીઓ મત્સ્ય ઉછેર કેન્દ્રના વિભાગ તરફથી આપવામાં આવેલ છે. જે દરેક હેચરી કાર્યવન્તિત છે. તદ્દ ઉપરાંત પ્રી ફેબીકેટેડ હેચરી પણ ઉપલબ્ધ છે.
ગમ્બુશીયા માછલી
મચ્છરોના કાબુ માટે વપરાતી માછલી ગમ્બુશીયા ચોખ્ખા પાણીની સારામાં સારી પોરા ભક્ષક માછલી તરીકે જાણીતી છે. તે અનોખી રીતે મોટા પ્રમાણમાં વિતરણ થઇ શકે છે. અને નાની પાતળી, રાખોડી પડતા કાળા રંગની લંબાઇ ૪ થી ૬ સી.મી. હોય છે. એક જ માદા આખા વર્ષમાં ૨૦૦ થી ૩૦૦ બચ્ચા સરળતાથી પેદા કરે છે.આ માછલી નીચા તાપમાન વાળા વિસ્તારો માટે યોગ્ય છે. કારણ કે, તે શૂન્ય નજીકના તાપમાનમાં પણ જીવી શકે છે. આ પ્રકારની માછલી આખી દુનિયામાં મચ્છરોની સંખ્યા ઘટાડવામાં મહત્તમ કામતા બતાવી છે.
પોઇસીલીયા રેટીક્યુલેટા
સામાન્ય રીતે આ માછલી ગપ્પી નામે ઓળખાય છે. માદાની લંબાઇ ૪ સે.મી. સુધી હોય છે. તે વિપુલ પ્રમાણમાં બચ્ચા આપનારી છે. પરિપક્વ માદા ૨૫૦ બચ્ચાને જન્મ આપે છે. તે આખા વર્ષમાં ચાર વખત બચ્ચા આપે છે. ગપ્પી માછલી પ્રદુષિત પાણીમાં પણ જીવી શકે છે. તેને કારણે ચોખ્ખા પાણીના સ્થાનો, કારખાનાઓમાંથી આવતુ પાણી તેમજ ગંદા પાણીના ખાડામાં થતાં મચ્છરના નિયંત્રણ માટે અત્યંત ઉપયોગી નીવડી છે.
 
વસંતઋતુ (માર્ચ-એપ્રિલ) માછલીઓનું જથ્થામાં ઉત્પાદન શરૂ કરવા માટેનો ઉત્તમ સમય છે. આ ઋતુ દરમ્યાન માછલીઓ ઉષ્ણતામાન વધવાની સાથે પરિપક્વતા પામે છે અને આ અઠવાડિયાની અંદર બચ્ચા આપવાનું શરૂ કરી દે છે. નવી બાંધેલી હેચરીમાં વધારે ઉત્પાદન મેળવવા વધારાનો ખોરાક મસ્ટાર્ડ ઓઇલ કે કેક અને ડાંગરની કુસકી ૧:૩ ના ગુણોત્તરમાં એકાંતરમાં દિવસે આપવો જોઇએ.
 
આગળ જુઓ