પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

વર્ષ ૧૯૫૩-૫૪ નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ સ્થાપિત થયો. વર્ષ ૧૯૫૮-૫૯ નેશનલ મેલેરિયા ઇરીડીકેશન પ્રોગ્રામનું ઇમ્પલીમેન્ટેશન થયુ. વર્ષ ૧૯૭૭ મોડીફાઇડ પ્લાન ઓફ ઓપરેશન તરીકે પ્રોગ્રામ સ્થાપિત થયો.
મેલેરિયા ઉષ્ણ કટિબંધના દેશોમાં પ્રવર્તે છે. ૧૯૫૦ની સાલ પહેલા ભારત દેશમાં મેલેરિયા જાહેર આરોગ્યનો પ્રથમ નંબરનો પ્રશ્ન હતો. રાષ્ટ્રીય ઉન્મુલન/નિયંત્રણની ઝુંબેશો પહેલા ૨૦% વસ્તી એટલે કે ૫ માંથી ૧ વ્યક્તિને દર વર્ષે મેલેરિયાનો રોગ થતો હતો. મેલેરિયા ઉન્મુલન/નિયંત્રણ કાર્યક્રમો પછી મેલેરિયાના કેસો અને એનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે દેશમાં માત્ર ૨૦ થી ૩૦ લાખ મેલેરિયાના કેસો નોંધાયે છે. જ્યાને ઉન્મુલન ઝુંબેશ પૂર્વે દર વર્ષે ૭૫૦ લાખ કેસો નોંધાતા હતા. સારવાર લેવામાં નહિ આવે એવા કેસોમાં એક વર્ષમાં મેલેરિયાના ત્રણ થી પાંચ હુમલા આવી શકે, દર્દીનું લોહી ઓછુ થઇ જાય અને નબળાઇ લાગે અને પરિણામે દર્દીને
  કામના ઘણા દિવસો ગુમાવવા પડે.
  વ્યક્તિગત આવકમાં ઘટાડો થાય
  રોગની સારવાર માટે ઘણો ખર્ચ કરવો પડે.
  સમાજમાં મેલેરિયાના આવા અનેક કેસોને કારણે, કામીરોની ગેરહાજરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થાય.
  ગામડાઓમાં રોપણી અને લણણીની ઋતુમાં દરેક ઘરે મેલેરિયાનો કેસ થવાથી ખેતી ઉત્પાદનમાં ઘણો ઘટાડો થાય.
  ગામડાઓમાં રોપણી અને લણણીની ઋતુમાં દરેક ઘરે મેલેરિયાનો કેસ થવાથી ખેતી ઉત્પાદનમાં ઘણો ઘટાડો થાય.
મેલેરિયા પરોપજીવી
મેલેરિયા એક સુક્ષ્મ જીવાણું થી થાય છે જે લોહીમાં લાલ કણોમાં રહે છે. આ સુક્ષ્મ જીવાણું, વૃધ્ધિ પાણીને ૧૨-૨૪ બીજા નવા જીવાણુંમાં પરિવર્તન પામે છે. એક દિવસના આંતરે વૃધ્ધિ પામીને પરિવર્તન પામેલ જીવાણું નવા રક્તકણમાં દાખલ થાય છે.
મેલેરિયાના લક્ષણો
રોગીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના અંતરે અથવા દરરોજ આવે.
 
આગળ જુઓ