પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

વસ્તીના ધોરણે લોહીના નમુનાનો લક્ષ્યાંક ફાળવવામાં આવે છે. જેથી એક્ટીવ અને પેસીવ ૬૦-૪૦ ના દરે કામગીરી કરે છે. ક્ષેત્રિય કર્મચારીશ્રીઓ તેમજ NGO’s, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, ગ્રામ આરોગ્ય મિત્ર પોતાના વિસ્તારમાં આવતા તમામ કેસોનું લોહીના નમુનાઓ લઇ નજીકના પ્રા.આ.કેન્દ્રોના લેબોરેટરી ટેકનીશીયન દ્વારા તપાસ કરાવી પોઝેટીવ કેસોને પ્રા.આ.કે.ના સુપરવાઇઝર દ્વારા દર્દીના ઉંમર પ્રમાણે તેમજ પેરેસાઇટના ઓળખ મુજબ દર્દીને રેડીકલ સારવાર આપવામાં આવે છે.
જન સમુદાયમાં ઉપલબ્ધ મચ્છરદાનીનું સર્વે કરાવી, વર્ષમાં બે વાર એટલે કે દર ૬ મહિને વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા મચ્છર દાનીને જંતુનાશક દવામાં બોળવામાં આવે છે. તેમજ પોતાના વિસ્તારમાં આવેલ મચ્છર ઉત્પાદન માટેના બ્રીડીંગ પ્લેસો શોધી કાયમી બ્રીડીંગ પ્લેસીસના ગપ્પી ફીશ મુકવામાં આવે છે. જ્યારે હંગામી બ્રીડીંગ પ્લેસીસમાં માટી પુરાવવી કે બળેલુ ઓઇલનો છંટકાવ કરાવવો તેમજ પાણી ભરેલા કન્ટેનરો માં ૫૦% ટેમીફ્રોસના દ્રાવણ નંખાવવામાં આવે છે. આ કામગીરી પ્રીમોનશુન પહેલા કરી દેવામાં આવે છે. આ કામગીરી હવેથી પ્રા.આ.કે.ના કર્મચારીઓ દ્વારા અથવા તાલીમ પામેલ ટીમ દ્વારા કરવામાં આવે છે.
 
જુન માસ મલેરિયા માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં લઘુ શિબિર, ગુરુ શિબીરો શાળાઓમાં તેમજ ગામોમાં યોજી લોકોને રાષ્ટ્રીય વાહન જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમની સમજ આપવામાં આવે છે. આ અંગે લોકલ કેબલ પર સીડીનું ડિસપ્લે તેમજ સ્ક્રોલીંગ કરવામાં આવે છે. જેથી લોકોને આ રોગ વિશે સાચી સમજ મળે. ગામોમાં ભરતા અઠવાડિય હાટમાં મોબાઇલ યુનિટ સેવા આપવામાં આવે છે. જેથી તાત્કાલિક દર્દીનું લોહી લઇ નિદાન કરી ત્વરીત સારવાર આપવામાં આવે છે. જ્યાં લોકો વધુ સંખ્યામાં ભેગા થતા હોય તેવા સ્થળો પર મોટા રાષ્ટ્રીય જનિત રોગનાં હોર્ડિંગ્સ સાદી અને સરળ ભાષામાં મુકવામાં આવે છે. પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે. જે ગામોનાં મેલેરિયાના પોઝેટીવ કેસો વધુ નિકળતા હોય તેવા અસરગ્રસ્ત ગામોમાં નાટક, ભવાઇ તથા કઠપૂતળીના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે.
નવેમ્બર માસમાં “ફાયલેરિયા વિરોધી દિન”ની ઉજવણી અંગેના કાર્યક્રમમાં એમ.ડી.એ.અંતર્ગત જન સમુદાયમાં ડી.ઇ.સી.ની ગોળીનું ઉપર પ્રમાણે વિતરણ કરવામાં આવે છે. તેમજ વ્યક્તિના સેન્ટિનેટલ તેમજ રેન્ડમ સ્પોટ સેન્ટરોના ગામો નક્કી કરી રાત્રીના સમય દરમ્યાન લોહી લઇ, અભિરંજિત કરી માઇક્રો ફાઇલેરિયા શોધી દર્દીને સંપુર્ણ સારવાર આપવામાં આવે છે.
 
આ ઉપરાંત ડેન્ગ્યુ(હેમરેજીક ફીવર) તથા ચીકનગુનિયા જેવા રોગોની પણ સારવાર આપવામાં આવે છે. આ રોગો માટે શંકાસ્પદ કેસોના દર્દીઓનું લોહીનું પરિક્ષણ માટે સીરમ સેમ્પલ મેડિકલ કોલેજ પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. તદ્દઉપરાંત ચિકનગુનિયા માટે સીરમ સેમ્પલ પુના મુકામે મોકલવામાં આવે છે. અને આ રોગ નિયંત્રણમાં કાર્યક્રમમાં સાથે સાથે મચ્છર ઉત્પતિના સ્થાનો નાબુદ કરવાની પ્રક્રિયાને પણ કાર્યવન્તિત કરવામાં આવે છે.
 
આગળ જુઓ