પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શિક્ષણ શાખા રમત ગમત કાર્યક્રમ

રમત ગમત કાર્યક્રમ

જિલ્લામાં દર વર્ષે રાજય શિક્ષણ તાલીમ ભવન આયોજીત જિલ્લા તાલીમ કચેરી વલસાડ મારફત જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથ.શાળાઓમાં કામ કરતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બીટ કક્ષાએ,તાલુકા કક્ષાએ , ઝોન કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તેમજ રાજય કક્ષાએ રમતોત્સવ યોજવામાં આવે છે.આ ઉપરાંત બાળ દિન નિમિત્તે દરેક શાળાઓ માં ત્રણ દિવસ વિવિધ સ્પર્દ્યાઓનું આયોજન પણ કરવામાં આવે છે.જેમાં રમત ગમત અગ્રતાક્રમે હોય છે.
રમત ગમત પરિષદ દવારા યોજવામાં આવતી ટેસ્ટમાં પ્રાથ.શાળાનાં બાળકો ઉપસ્થિત રહે છે.તથા આ સ્પોર્ટસ હોસ્ટેલમાં તેઓ પ્રવેશ પણ મેળવે છે.
ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત દરેક શાળાના બાળકોની ઓનલાઇન એન્ટ્રી કરી પ્રથમ શાળા કક્ષાએ રમતોત્સવ યોજવામાં આવે છે. ત્યારબાદ બ્લોક કક્ષાએ હરીફાઈ યોજવામાં આવે છે. અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ હરીફાઇ યોજી વિજેતા રમતવીર બાળકોને આગળ રાજ્યકક્ષા સુધી મોકલવામાં આવે છે.
આ રીતે બાળક રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.