પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગુજરાત રાજ્યના આદિવાસી બહુલ જિલ્લાઓ પૈકી નો એક એવો વલસાડ જિલ્લો વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૭.૦૩ લાખ ની વસ્તી ધરાવે છે. વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વલસાડ એમ છ તાલુકાઓ આવેલ છે. વલસાડ જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૨.૯૪ લાખ હેક્ટર જેટલો છે. આ પૈકી ૧.૬૩ લાખ હેક્ટર નો ખેડાણ લાયક વિસ્તાર છે. આ જિલ્લામાં ડાંગર, શેરડી, રાગી, કઠોળ, કેરી, કેળા અને ચીકુ જેવા મુખ્ય પાકો ની ખેતી કરવામાં આવે છે. પંચાયત સિંચાઇ વિભાગ વલસાડ દ્વારા વલસાડ જિલ્લા ના ખેડુતો ને નાની સિંચાઇ ની સુવિધા પુરી પાડવામાં આવે છે.