પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયત વલસાડ હસ્તક ની કાર્યપાલક ઇજનેર શ્રી, પંચાયત સિંચાઇ વિભાગ, વલસાડ ની કચેરી મારફત વલસાડ જિલ્લા માં નાની સિંચાઇ ના કામો જેવા કે ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, સંગ્રહ તળાવ, પુર સંરક્ષણ દિવાલ વગેરે હાથ ધરવામાં આવે છે.
ચેકડેમ ના સંગ્રહિત પાણી જમીન માં પચવાના કારણે આજુબાજુ ની જમીન માં પાણી નું સ્તર ઊંચુ આવે છે. જેનાથી આજુબાજુ ના વિસ્તાર માં આવેલ કુવાઓ રીચાર્જ થાય છે. આમ ચેકડેમ ના સંગ્રહિત પાણી તથા કુવાઓ ના પાણી નો સિંચાઇ માટે ઉપયોગ થાય છે. ચેકડેમ કમ કોઝવે ના બાંધકામ થી ગ્રામ્ય વિસ્તારો માં ચેકડેમ થી થતાં લાભ ઉપરાંત વાહન વ્યવહાર ની સગવડ પણ મળે છે. હયાત તળાવો ઊંડા કરવાથી તળાવ ની પાણી સંગ્રહ કરવાની શક્તિ વધે છે. જેના પાણી જમીન માં ઊંડા ઉતરવાના કારણે જમીન માં પાણી નું સ્તર વધે છે. આ પાણી નો સિંચાઇ માટે પણ લાભ મળે છે. પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા ઘરોને નુકસાન થતું હોય તેવા નદી કિનારાના ધોવાણને અટકાવવા પુર સંરક્ષણ દિવાલ બાંધવામાં આવે છે. જેનાથી લોકોના ઘરો તથા ફળદ્રુપ જમીન ને રક્ષણ મળે છે.