પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ યોજનાઓગ્રામસભા

ગ્રામસભા

માન.મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓની અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામ સભાઓ લોકસશક્તિકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે.
ગ્રામસભા-ઉદેશો.
તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.
ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.
અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક
લોકભાગીદારી
સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.
ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ
પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.
વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.
ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.
ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.
જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.
ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.
મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.
કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.
ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.
ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.
લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે.
ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વર્ષ ૨૦૦૭-૦૮ ના વર્ષને રાજ્ય સરકારે નિર્મળ ગુજરાત વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કરેલ છે. જેની અગત્યની બાબતો નીચે મુજબ છે. સ્‍વચ્‍છ ગામ સ્‍વસ્‍થ યોજના
ગ્રામ પંચાયતમાં ગંદકીવાળી જગ્યાઓ, ગટર લાઇન અને માર્ગો ઉપર દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવી.
ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું અને તે માટે ગામ બહાર જગ્યા નક્કી કરવી.
ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો દાખલ કરી ગ્રામ સફાઇ વ્યવસ્થા સઘન બનાવવી.
ગામમાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મકાનો, શાળાઓ,પંચાયત ઘર, આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે તમામ સ્થળોએ શૌચાલયનો પ્રબંધ કરાવવો.
ગામના જાહેર સ્થળે નિર્મળ ગુજરાત સંબંધના સુત્રો-પોસ્ટર લગાવવા.
ગામના વ્યક્તિગત અને સામુહિક સૌચાલયોની વ્યવસ્થા કરવી.
ગ્રામ વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનનું નિર્માણ કરવું.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુ જાળવણી સુનિશ્ચિત કરવી.
જે ગામ જેટલો સફાઇ વેરો ઉઘરાવશે તેટલી રકમ રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.
જે ગામ ૧૦૦ ટકા સફાઇ વેરો ઉઘરાવશે તેને ૧૧૦ ટકા લેખે રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે.
આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન રૂ. લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.