પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓનિર્મળ ગુજરાત

નિર્મળ ગુજરાત

નિર્મળ ભારત અભિયાન યોજના.
વ્‍યકિતગત શૌચાલય :
નિર્મળ ભારત અભિયાન અંતર્ગત વ્‍યકિતગત શૌચાલય બી.પી.એલ., એ.પી.એલ. (એસ.ટી.,એસ.સી.નાના સીમાંત ખેડૂત, જમીન વિહોણા, મહિલા આધારિત અને શારીરિક ખોડખાંપણ) માટે સહાયક રકમ રૂા.૩ર૦૦/- કેન્‍દ્ર સરકારના અને ૧૪૦૦/- રાજય સરકારના એમ કુલ રૂા.૪૬૦૦/- મળવાપાત્ર થાય છે તેમજ મનરેગા યોજના હેઠળ કન્‍વર્ઝન કરી રૂા.૪પ૦૦/- મળવાપાત્ર થાય છે.
એ.પી.એલ. જનરલ કેટેગરી માટે નિર્મળ ગુજરાત હેઠળ રૂા.ર૦૦૦/- ની સહાયક રકમ મળવાપાત્ર છે.
 
શાળા શૌચાલય :
 એ.પી.એલ. જનરલ કેટેગરી માટે નિર્મળ ગુજરાત હેઠળ રૂા.ર૦૦૦/- ની સહાયક રકમ મળવાપાત્ર છે.
શાળા શૌચાલય :
 નિર્મળ ભારત અભિયાન અંતર્ગત વિધાર્થીઓમાં સ્‍વચ્‍છતાલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુસર પ્રાથમિક શાળાઓમાં રકમ રૂા.૩પ૦૦૦/- ની સહાયક રકમ મળવાપાત્ર થાય છે.
 આંગણવાડી શૌચાલય :
નિર્મળ ભારત અભિયાન અંતર્ગત બાળકોમાં સ્‍વચ્‍છતાલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુસર પ્રાથમિક શાળાઓમાં રકમ રૂા.૮૦૦૦/- ની સહાયક રકમ મળવાપાત્ર થાય છે.
 સામુહિક શૌચાલય :
નિર્મળ ભારત અભિયાન અંતર્ગત ગામોમાં સ્‍વચ્‍છતાની જાળવણી થાય તેમજ જનસંખ્‍યાને ઘ્‍યાને રાખી સામુહિક શૌચાલયના નિર્માણ માટે રકમ રૂા.ર.૦૦ લાખ સુધીની જોગવાઈ કરવામાં આવેલ છે. જેનો રેશીયો ૬૦:૩૦:૧૦ છે.
 ઘનકચરા અને ગંદાપાણીના નિકાલની વ્‍યવસ્‍થા :
નિર્મળ ભારત અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતમાં કુલ કુટુંબોની સંખ્‍યાને આધારે નીચે મુજબની સહાયક રકમ ની જોગવાઈ કરવામાં આવેલ છે.
૦ થી ૧પ૦ સુધીના કુટુંબ ધરાવતા હોય તો રકમ રૂા.૭.૦૦ લાખ
૧પ૧ થી ૩૦૦ સુધીના કુટુંબ ધરાવતા હોય તો રકમ રૂા.૧ર.૦૦ લાખ
૩૦૧ થી પ૦૦ સુધીના કુટુંબ ધરાવતા હોય તો રકમ રૂા.૧પ.૦૦ લાખ
પ૦૦ થી વધુ કુટુંબ ધરાવતા હોય તો રકમ રૂા.ર૦.૦૦ લાખ સુચિત નિર્મળ તાલુકા વલસાડ અને પારડીનું આયોજન કરવામાં આવેલ છે.