પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના

સમરસ ગ્રામ યોજના

સેભાવનાની સુવાસ પ્રસરાવતી યોજના એટલે સમરસ ગ્રામ પંચાયત

આપણા ગુજરાતમાં ત્રિસ્‍તરીય પંચાયતી રાજ વ્‍યવસ્‍થા અમલમાં છે. જેમાં ગ્રામ પંચાયત પાયાનો એકમ છે. ગામ કક્ષાએ સંપ , સહકાર, સુમેળ અને સંવાદિતાથી ગ્રામજનો વિકાસના કામોમાં ભાગીદારી કેળવે. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વસંમતિ અને વિનાવિરોધે થાય, તો વિકાસ માટે હકારત્‍મક વાતારવણ સર્જાય. સર્વસમંતિથી ચૂંટાતી ગ્રામ પંચાયતને પ્રોત્‍સાહિત કરવા માટે ૧૯૯ર થી સમરસ યોજના દાખલ કરેલ છે. આ સમરસ યોજના અંતર્ગત સર્વસમંતિથી પસંદ પામતી ગ્રામ પંચાયતોને પ્રોત્‍સાહિત કરવા પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ચાલુ વર્ષે નીચે મુજબ અનુદાન આપવા સરકારશ્રીએ પરિપત્ર કરેલ છે.

ક્રમવસ્‍તીના ધોરણ મુજબ સમરસ જાહેર થતી ગ્રામ પંચાયતસામાન્‍ય એટલે કે જે ગ્રામ પંચાયતમાં પુરૂષ અને મહિલા એમ બન્‍ને લીંગના સભ્‍યો હોય તેવી સમરસ ગ્રામ પંચાયતે સુધારેલ ધોરણ મુજબ મળવાપાત્ર પ્રોત્‍સાહક અનુદાનની રકમ રૂા. લાખમાંમહિલા સમરસ ગ્રામ પંચાયત એટલે કે સરપંચ સહિતની ગ્રામ પંચાયતની તમામ સભ્‍યોમહિલા હોય તેવી ગ્રામ પંચાયતને સુધારેલ ધોરણ મુજબ મળવાપાત્ર પ્રોત્‍સાહક અનુદાનની રકમ રૂા. લાખમાં
૧.પ૦૦૦ સુધીની વસ્‍તી ધરાવતા ગામની ગ્રામ પંચાયત પહેલ વખત બિનહરીફ ચૂંટાયેલ જાહેર થઈ સમરસ બને તોરૂા. ર.૦૦ લાખરૂા. ૩.૦૦ લાખ
ર.પ૦૦૧ થી ૧પ૦૦૦ સુધીની વસ્‍તીવાળી ગ્રામ પંચાયત પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલ જાહરે થઈ સમરસ બને તોરૂા. ૩.૦૦ લાખરૂા. પ.૦૦ લાખ
૩.આ ઉપરાંત પ્રથમવાર સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની સગવડ ન હોય તો, ધોરણ-૮ ની અગ્રીમતાથી મંજુરી આપવામાં આવશે.--
૪.સતત બીજીવાર સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં રપ ટકાનો વધારો તથા સી.સી. રોડની આુનિક સુવિધા પુરી પાડવામાં આવશે.--
પ.સતત ત્રીજીવાર સમરસ થતી સામાન્‍ય સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં રપ ટકાનો વધારો તથા ગામમાં સોલાર સ્‍ટ્રીટ લાઈટની આધુનિક સુવિધા પુરી પાડવામાં આવશે.--
દેશની માટી દેશના જળ, હવા દેશની દેશના ફળ,
સરસ બને, પ્રભુ સરસ બને.
દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ
સરળ બને, પ્રભુ સરળ બને.
આ રકમનો મેચીંગ ગ્રાન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
અત્યારસુધીમાં ૬ તબક્કામાં કુલ ૩,૭૯૪ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે.
પ્રોત્સાહક અનુદાન પેટે રૂ. ૨,૩૦૬.૪૦ લાખની માતબર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
પાછળ જુઓઆગળ જુઓ