પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓતીર્થ ગ્રામ યોજના

તીર્થ ગ્રામ યોજના

પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક- લાખનું પ્રોત્‍સાહક અનુદાન આપે છે.

રાજ્યમાં વર્ષ ૨૦૦૪-૦૫ના નાણાકીય વર્ષથી અમલ કરવામાં આવેલ છે

ગામના લોકો વચ્ચે એકતા વધે, એખલાસ જળવાઈ રહે અને ગામમાં ઝગડા ન થાય તેમજ ગામનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

ગામમાં છેલ્‍લા પાંચ વર્ષમાં ફોજદારી, દિવાની ગુન્હા નોંધાયેલા ન હોવા જોઈએ.

દારૂનો ઉપયોગ કે નારકોટીકનું ઉત્પાદન કે વેચાણ થતું ન હોવું જોઈએ.

ગામના રસ્તા કે પાદરમાં ઉકરડા ન હોવા જોઈએ.

ગામમાં ધાર્મિક સ્‍થળો અંગે કોઇ વિવાદ ન હોવો જોઇએ.

પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થયેલું હોવુ જોઈએ

ગ્રામ પંચાયત સમરસ થયેલી હોવી જોઈએ.

ગામમાં ભેદભાવ વગર ગામના જાહેર સ્થળો, જળાશયો, હોટલોનો ઉપયોગ થતો હોવો જોઈએ.

યોજનાના અમલીકરણ માટે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જીલ્લાકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે.

તીર્થ ગ્રામ હેઠળ પસંદ થેયલ ગામોને રૂ. .૦૦લાખ પુરસ્કાર આપવામાં આવશે.

પુરસ્કાર તરીકે મળેલ રૂ. .૦૦ લાખની રકમ સમરસ યોજનામાં જે રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તે રીતે ગ્રામ સભા માં નક્કી કરી ઉપયોગ કરવામાં આવે છે.

હેતુઓ
રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.
નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્‍સાહક યોજના.
ભાઇચારો
સામાજીક સદભાવ
શાંતિ
ગામનો સર્વાંગી વિકાસ
યોજનાની શરૂઆત
સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. સંસ્‍કારસિંચનની બુનિયાદ, આવતીકાલનું ગુજરાત
પાછળ જુઓઆગળ જુઓ